IBPS PO Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે
IBPS PO Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી મેળવવા માંગો છો તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે. IBPS એ 4455 PO પોસ્ટ (IBPS PO Recruitment 2024) માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ પોસ્ટ્સ પ્રોબેશનરી ઓફિસર્સ/મેનેજમેન્ટ ટ્રેઇની (CRP PO/MT) માટે છે. આ માટેની અરજીઓ એક ઓગસ્ટ 2024થી શરૂ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન લિંક એક્ટિવ થઈ જશે. જો તમને પણ રસ હોય તો અહીં આપેલી વિગતો વાંચો અને અરજી કરો.
મહત્વપૂર્ણ તારીખો
IBPS PO ની આ જગ્યાઓ માટેની અરજીઓ 1લી ઓગસ્ટથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ 2024 છે. એપ્લિકેશનમાં ફેરફાર કરવાની પણ આ છેલ્લી તારીખ છે. તમારી અરજી પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2024 છે. ઓનલાઈન ફી પણ 1 અને 21 ઓગસ્ટ વચ્ચે જ જમા કરાવી શકાશે.
અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાશે. આ માટે તમારે IBPSની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે – ibps.in અહીંથી અરજી કરવાની સાથે આ પોસ્ટની વિગતો પણ જાણી શકાશે અને વધુ અપડેટ્સ વિશે પણ માહિતી મેળવી શકાશે.
ફોર્મ કોણ ભરી શકે છે
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે જરૂરી છે. આ જગ્યાઓ માટે 20 થી 30 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે વર્ષમાં એકવાર લેવામાં આવે છે. દર વર્ષે લગભગ 4 થી 5 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપે છે.
કેટલી અરજી ફી ભરવાની રહેશે
અરજી કરવા માટે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, PH કેટેગરીના ઉમેદવારો માટે ફી 175 રૂપિયા છે.
પસંદગી કેવી રીતે થશે?
પરીક્ષાઓના ઘણા રાઉન્ડ પાસ કર્યા પછી આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌ પ્રથમ પ્રી- પરીક્ષા લેવામાં આવશે જે એક કલાકની હશે. આ પછી મુખ્ય પરીક્ષા લેવાશે જે 3 કલાક 30 મિનિટની હશે. પેપરમાં નેગેટિવ માર્કિંગ છે અને પરીક્ષા હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં લેવામાં આવે છે. આ પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ત્રણેય તબક્કા પાસ કરવાના રહેશે.
કઈ બેન્કમાં કેટલી પોસ્ટ છે
આ ભરતી અભિયાન દ્વારા આ બેન્કોમાં ઘણી બધી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. બેન્ક ઓફ ઈન્ડિયા – 885 પોસ્ટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા – 2,000 પોસ્ટ, કેનેરા બેન્ક – 750 પોસ્ટ, ઈન્ડિયન ઓવરસિઝ બેન્ક – 260 પોસ્ટ, પંજાબ નેશનલ બેન્ક – 200 પોસ્ટ, પંજાબ એન્ડ સિંધ બેન્ક – 360 પોસ્ટ.
પરીક્ષા ક્યારે યોજાશે
પ્રિલિમ ઓક્ટોબર મહિનામાં, મેન્સ નવેમ્બર મહિનામાં યોજાશે. તેનું પરિણામ ડિસેમ્બર 2024 અથવા જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025માં થઈ શકે છે અને પરિણામ એપ્રિલ 2025માં જાહેર થઈ શકે છે. નિશ્ચિત તારીખો ટૂંક સમયમાં આવશે.
પગાર કેટલો મળશે
બેઝિક પે 36,000 રૂપિયા છે, બાકીના ભથ્થાં અને કપાતનો સમાવેશ કર્યા પછી ઉમેદવારોને દર મહિને આશરે 52 હજાર રૂપિયા ઇન હેન્ડ સેલેરી મળશે. અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવે છે. અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે જાણવા માટે વેબસાઈટ પર આપવામાં આવેલી નોટિસ ચેક કરી લો.
I am interested