Vrudha Pension Yojana 2024 Form: વૃદ્ધ પેન્શન યોજના 2024, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.
Vrudha Pension Yojana 2024 Form
યોજનાનુ નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ |
મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને |
અમલીકરણ | મામલતદાર કચેરી |
સાઇટ | sje.gujarat.gov.in |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2024
ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2024 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.
Gujarat Vrudha Pension Yojana 2024 લાયકાત
- લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
ડોકયુમેન્ટ લીસ્ટ
- ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર.
- રહેઠાંણનો પુરાવો.
- ઉંમરનો પુરાવો.
- નાગરિક્ત્વનો પુરાવો.
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.
- જિલ્લા કલેકટર કચેરી પરથી
- મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિં ક્લીક કરો |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
-
વૃદ્ધ પેન્શન યોજના 2024 મા દર મહિને કેટલી સહાય મળે છે ?
રૂ. 1000 થી રૂ.1250