મુદ્રા યોજના હેઠળ ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન, જાણો શું છે નિયમ

PM મુદ્રા યોજના અંતર્ગત ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે, જેમાં પ્રથમ છે શિશુ લોન, જેમાં 50 હજાર રૂપિયા સુધીની લોન અપાય છે. ત્યારબાદ બીજી કિશોર લોન છે, જેમાં 5 લાખ રૂપિયા સુધીની લોન અપાય છે. ત્રીજી અને સૌથી મોટી લોન તરુણ લોન છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. ત્યારે 20 20 લાખ રૂપિયાની લોન કોને આપવામાં આવે છે તેના વિશે આ લેખમાં જાણીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને રૂ.10 લાખ સુધીની લોન આપવા માટે 8 એપ્રિલ, 2015ના રોજ PM મુદ્રા યોજના શરૂ કરી હતી. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે. તેમાંથી પ્રથમ શિશુ લોન છે જેમાં 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્યારબાદ બીજી કિશોર લોન છે, જેમાં 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્રીજી અને સૌથી મોટી લોન તરુણ લોન છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે.

ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન

આ યોજના હેઠળ સરકાર દ્વારા બિઝનેસ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મુદ્રા લોન યોજના હેઠળ લોનની રકમ 10 લાખને બદલે 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. મુદ્રા યોજના હેઠળ કયા લોકો લાભ મેળવી શકતા નથી ? તમને જણાવી દઈએ કે માત્ર એવા લોકોને જ 20 લાખ રૂપિયાની લોન મળી શકે છે. જેમણે અગાઉ લીધેલી તરુણ લોન સમયસર ભરપાઈ કરી છે.

આ લોકોને યોજનાનો લાભ મળતો નથી

યોજના હેઠળ, બિન-ભારતીય નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે, તો તેને પણ આ યોજના માટે પાત્ર માનવામાં આવતા નથી. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જો તમે કોઈપણ પ્રકારના કોર્પોરેટ સેક્ટર માટે મુદ્રા લોન લેવા માંગતા હોવ તો પણ તમને આ લોન નહીં મળે.

Leave a Comment