રેલવેમાં સરકારી નોકરીઓ શોધી રહેલા 10 -12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 2438 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે.
Railway Vacancy 2024: રેલવેમાં સરકારી નોકરીઓ શોધી રહેલા 10 -12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 2438 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 22 જુલાઈ 2024થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 12 ઓગસ્ટ છે. અરજી કરતા પહેલા, તમને આવશ્યક શૈક્ષણિક લાયકાત, પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે વિશે વિગતવાર જણાવીએ.
રેલવેમાં નોકરી માટે ફરજિયાત શૈક્ષણિક લાયકાત શું છે ?
ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા સાથે 10મું કે 12મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, કોઈપણ માન્ય સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં ITI ડિગ્રી હોવી જોઈએ.
રેલવેમાં નોકરી માટે ફરજિયાત વય મર્યાદા કેટલી છે ?
આ પદો માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 22-24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તે આનાથી વધુ કે ઓછું હશે, તો અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તમામ આરક્ષિત વર્ગોને ખાસ વય છૂટ આપવામાં આવશે.
રેલ્વેમાં નોકરી માટે અરજી ફી કેટલી છે ?
સામાન્ય- રૂ. 100
OBC- રૂ. 100
EWS- રૂ 100
SC- છૂટ
ST-છૂટ
વિકલાંગ -છૂટ
રેલ્વેમાં નોકરી માટે કેવી રીતે અરજી કરવી ?
અરજી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ sr.indianrailways.gov.in પર જાઓ.
હોમ પેજ પર રેલવે વેકેન્સી 2024 લિંક પર ક્લિક કરો.
ત્યાં બધી જરૂરી માહિતી ભરો.
જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવો.
અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું અરજીપત્રક તમારી પાસે રાખો.
રેલવે એપ્રેન્ટીસ ભરતી 2024 એવા ઉમેદવારો માટે ખુલ્લી છે કે જેમણે 10મું, 12મું, અથવા માન્ય સંસ્થા માંથી સંબંધિત ક્ષેત્ર માં ડિપ્લોમા પૂર્ણ કર્યું છે. નોંધનીય રીતે, આ ભરતીમાં લેખિત પરીક્ષા નો સમાવેશ થતો નથી, અને પસંદગી ઉમેદવારના તેમના 10મા ધોરણ અથવા ITI ગુણ (ડિપ્લોમા ધારકો માટે)ના શૈક્ષણિક પ્રદર્શન પર આધારિત હશે.
અંત્તિમ તારીખ 12 મી ઓગસ્ટ
અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને 22મી જુલાઈ 2024 ના રોજ શરૂ થઈ છે. જો કે, અરજી કરવાની અંત્તિમ તારીખ 12 મી ઓગસ્ટ 2024 છે. રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી જોઈએ.